અસ્તિત્વનો પણ એક ઉત્સવ હોય એવું બહુ ઓછા માણસો સમજી શક્યા છે. જે સમજી શક્યા છે એમના અસ્તિત્વના ઉત્સવનું નિજ દર્શન અને જે નથી સમજી શક્યા એમના અસ્તિત્વને ઉત્સવમાં ફેરવવા માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાં જોવા મળે છે. દરેક માણસે પોતાના અસ્તિત્વનો લય પામવો એ એનો જન્મસિદ્ધ �...